કેન્દ્રીય કર્મચારીઓ માટે મહત્વના સમાચાર, મોદી કેબિનેટે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો

કેન્દ્ર સરકારના કર્મચારીઓ, પેન્શનધારકોને સરકારે મોટી ભેટ આપી છે. મોદી કેબિનેટે મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારાને મંજૂરી આપી દીધી છે. 

કેન્દ્રીય કર્મચારીઓ માટે મહત્વના સમાચાર, મોદી કેબિનેટે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો

નવી દિલ્હી: કેન્દ્ર સરકારના કર્મચારીઓ, પેન્શનધારકોને સરકારે મોટી ભેટ આપી છે. મોદી કેબિનેટે મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારાને મંજૂરી આપી દીધી છે. 

માર્ચની સેલેરી સાથે મળશે ડીએ
આ અગાઉ રાજ્યસભામાં લેખિત જવાબમાં કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે જાણકારી આપી હતી કે માર્ચ મહિનાની સેલેરી સાથે જ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને મોંઘવારી ભથ્થું મળશે. 

આ ફોર્મ્યુલાથી નક્કી થશે DA
સરકારે 3 કરોડ ઈન્ડસ્ટ્રિયલ વર્કર્સની સેલેરી વધારવાનો ફોર્મ્યુલા બદલી નાખ્યો છે. હવે આ વર્કર્સની સેલેરી 6 મહિના પર વધશે. આ માટે દર 6 મહિને Consumer price index (CPI) ના આંકડા લેવામાં આવશે. સરકારે આ સાથે જ નવા બેઝયર લાગુ કરવાનો નિર્ણય લીધો છે. અમારી સહયોગી ઝી બિઝ ના જણાવ્યાં મુજબ આ ફોર્મ્યુલા કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (Dearness Allowance, DA) ના કેલક્યુલેશનમાં લાગુ થશે. સરકારી કર્મચારીઓના ડીએ એક્સપર્ટ હરીશંકર તિવારીએ જણાવ્યું કે બેઝયર બદલવાથી ડીએનું કેલ્ક્યુરેશન નવી ઢબે થશે. પહેલા બેઝયર 2001 હતું અને હવે તેને વધારીને 2016 કરવાનો નિર્ણય લેવાયો છે. 

જુઓ LIVE TV

શું હોય છે મોંઘવારી ભથ્થું?
મોંઘવારી ભથ્થું એક એવી રકમ છે જે દેશના સરકારી કર્મચારીઓના ખાણીપીણી રહેણી કરણીના સ્તરને સારું બનાવવા માટે અપાય છે. સમગ્ર દુનિયામાં ફક્ત ભારત ઉપરાંત બાંગ્લાદેશ અને પાકિસ્તાન જ એવા દેશો છે જ્યાં સરકારી કર્મચારીઓને આ ભથ્થા મળે છે. આ રકમ એટલા માટે અપાય છે કારણ કે જેથી કરીને મોંઘવારી વધવા છતાં કર્મચારીઓની રહેણી કરણીના સ્તરમાં પૈસાના કારણે સમસ્યા ન થાય. આ રકમ સરકારી કર્મચારીઓ, પબ્લિક સેક્ટરના કર્મચારીઓ અને પેન્શનધારકોને મળે છે. 

કારોના વાઈરસ ઉપર પણ રોજ થશે બેઠક
મોંઘવારી ભથ્થાના નિર્ણય ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ મંત્રાલયો (વિદેશ મંત્રાલય, નાગરિક ઉડ્ડયન મંત્રાલય, સ્વાસ્થ્ય મંત્રાલય, કોમર્સ મંત્રાલય અને નાણા મંત્રાલય)ના જોઈન્ટ સેક્રેટરીને દરરોજ પ્રેસ કોન્ફરન્સ કરીને કોરોના પર અપડેટ કે જાણકારી આપવાના નિર્દેશ આપ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news